(બદલતા ભારત દૈનિક) સંકલન :- એમ ઍ સૈયદ -બોડેલી પીરો મુર્શીદ હઝરત સૈયદ મંઝુરઅતીકમીંયા હમ્માદી સાહેબ કિબલાની આગેવાનીમા મહેદવીયા સમાજના ૧૮ સભ્યો અફઘાનિસ્તાનના ફરહા મુબારક ઝીયારત માટે રવાના થયા ડભોઇ થી વડોદરા બસ દ્વારા અને વડોદરા થી દિલ્લી અને દિલ્લીથી અફઘાનિસ્તાનના કાબુલ ખાતે પ્લેન દ્વારા પહોંચશ (બદલતા ભારત દૈનિક) ડભોઈ, ડભોઈ મહેદવીયા સમાજના ૧૮ સદસ્યો પીરો મુર્શીદ હઝરત સૈયદ મંઝુરઅતીકમીંયા હમ્માદી સાહેબ કિબલાની આગેવાનીમાં અફઘાનિસ્તાનના ફરહા મુબારક ખાતે આવેલ હઝરત સૈગદ મોહમ્મદ જાનપુરી (મહેદીએમાઉદ અ.સ.)ની ઝીયારત માટે ગતરોજ રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈમાં વસતા મહેદવીયા સમાજના લોકો હઝરત સૈગદ મોહમ્મદ જાનપુરી (મહેદીએમાઉદ અ.સ.)ના અનુયાયીઓ છે અને ખુબ શ્રધ્ધા સાથે તેઓને માને છે. હઝરત સૈગદ મોહમ્મદ જાનપુરી (મહેદીએમાઉદ અ.સ.)ની મઝારે મુબારક અફઘાનિસ્તાનના ફરહા મુબારક ખાતે આવેલ છે. ભારત તેમજ દુનિયામાં વસતા મહેદવીયા સમાજના લોકો ખુબ માન સન્માન અને અકીદા સાથે હઝરત સૈગદ મોહમ્મદ જાનપુરી (મહેદીએમાઉદ અ.સ.) ની મઝારે મુબારકની ઝીયારત કરવા અફઘાનિસ્તાન જાય છે.ભૂતકાળમા અફઘાનિસ્તાનની પરિસ્થતિ યુધ્ધના કારણે ખુબ દયાજનક હોવાથી ત્યાં જવા ઉપર પ્રતિબંધ હતો હાલમાં તાલિબાનની સરકાર આવતા ત્યાંં વાતાવરણ ખુબ સરસ અને માનવતાપુર્ણ હોવાથી પર્યટનને વેગ મળ્યો છે. જેથી ભારતનાં વિવિધ વિસ્તાર જેવાકે હૈદરાબાદ, કર્ણાટક, ચન્ના-પટના, ભદરાવતી, ભરૂચ, ડભોઈ, અમદાવાદ જેવા વિસ્તારોમાં વસતા મહેદવીયા સમાજના લોકો મોટી સંખ્યામાં અફઘાનિસ્તાન ના ફરહા મુબારક ખાતે જઈ રહયા છે જેના ભાગરૂપે ડભેઈથી ૧૮ સભ્યો પીરો મુર્શીદ હઝરત સૈયદ મંઝુરઅતીકમીંયા હમ્માદી સાહેબ કિબલાની આગેવાનીમાં અફઘાનિસ્તાન જવા રવાના થયા હતા.ે